Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ જાહેર

Live TV

X
  • આજે તેઓ બકિંઘમ પેલેસમાં કિંગ ચાર્લ્સની મુલાકાત લીધા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે.

    બ્રિટનમાં નવા પ્રધાનમંત્રી તરીકે ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ જાહેર થયું છે. આજે તેઓ બકિંઘમ પેલેસમાં કિંગ ચાર્લ્સની મુલાકાત લીધા બાદ  બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. ઋષિ સુનક ભારતીય મુળના પ્રથમ પ્રધાનમત્રી હશે.. 42 વર્ષના સુનક 2 મહિનાના અંતરાલમાં બ્રિટેનના ત્રીજા પ્રધાનમંત્રી હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઋષિ સુનકને બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી. તેમજ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,  વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને ચર્ચા કરીશું અને અમે રોડમેપ 2030ને અમલમાં મૂકવા માટે ઉત્સુક છીએ.

    અગાઉ ઋષિ સુનકે ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેઓ આર્થિક સંકટના સામનો કરવા માગે છે અને દેશને આગળ લઈ જવા માગે છે. ઋષિ સુનક સપ્ટેમ્બરમાં સુશ્રી ટ્રૂસ સામે પ્રધાનમંત્રીની ચૂંટણી હારી ગયા હતા. આર્થિક અને રાજનૈતિક સંકટની પરિસ્થિતિમાં ટ્રૂસે 45 દિવસના કાર્યકાળ બાદ 20 ઓક્ટોબરે રાજીનામું આપી દીધું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply