બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક આજે ઈઝરાયલ પહોંચ્યા
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન બાદ હવે બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક આજે ઈઝરાયલ પહોંચી ગયા છે. ઋષિ સુનક ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ હર્જોગ સાથે મુલાકાત કરશે.
સુનકે પોતાની યાત્રા પહેલા એક નિવેદન આપતાં જણાવ્યું કે, હમાસના ભયાવહ કૃત્ય બાદ કેટલાય લોકોના જીવ ગયા છે. દરેક લોકોનાં મોત એક અત્યાચાર છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, ગાઝા હોસ્પિટલ પર મંગળવારે થયેલા ઘાતક વિસ્ફોટક બાદ દુનિયાભરના નેતાઓએ સંઘર્ષની ખતરનાક પરિસ્થિતિથી બચવા માટે એક સાથે આવવું જોઈએ.
આ સિવાય ઋષિ સુનક ગાઝામાં માનવીય સહાયતાની પરવાનગી આપવા માટે અને ત્યાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને સુરક્ષિત નીકાળવા માટે એક માર્ગ ખોલવાનો આગ્રહ પણ કરશે.
