બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે આપ્યું ઇઝરાયલને સમર્થન
Live TV
-
જર્મન ચાન્સેલર, ઓલાફ શોલ્ઝ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ઇઝરાયલની મુલાકાત લઇ તેને પોતાનું સમર્થન જાહેર કર્યુ.
ઇઝરાયલ- હમાસ સંઘર્ષ વચ્ચે બ્રિટનના રાષ્ટ્રપતિ ઋષિ સુનકે ઇઝરાયલને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે. ઇઝરાયલની મુલાકાત દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, હમાસના હુમલાથી દુ:ખી છું. આતંકવાદ જેવા દૂષણ વિરુદ્ધ હું ઇઝરાયલની સાથે છું.
ઋષિ સુનકે આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુ સાથે બેઠક કરી. તેમજ ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઈસહાક હર્જોગ સાથે મુલાકાત કરશે.
મહત્ત્વનું છે કે, છેલ્લા 3 દિવસ દરમિયાન ઇઝરાયલની મુલાકાત લેનાર ઋષિ સુનક ત્રીજા દિગ્ગજ નેતા છે. આ પહેલા જર્મન ચાન્સેલર, ઓલાફ શોલ્ઝ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ઇઝરાયલની મુલાકાત લઇ તેને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે.
