બ્રિટનના પ્રધાનમંત્રી બનવા માટે ઋષિ સુનક સૌથી આગળ, મતદાનનો બીજો તબક્કો જીત્યો
Live TV
-
બ્રિટનના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકે કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટાવા માટે મતદાનનો બીજો તબક્કો પણ જીતી લીધો છે. બીજા તબક્કામાં સુનકને 101 મત મળ્યાં છે. જ્યારે ઉપ વ્યપારમંત્રી પેની મોનર્ટને 81 મત જ્યારે વિદેશમંત્રી લીસ થ્રસને 64 મત મળ્યાં હતાં. ત્રીજા તબક્કાનું મતદાન સોમવારે થશે. અંતિમ બે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે છેલ્લી તારીખ 21 જૂલાઇ છે. પરિણામની જાહેરાત 5 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સને પોતાની સરકારનો વિશ્વાસ ગુમાવી દીધા બાદ સરકારના મંત્રીઓએ રાજીનામાં આપી દીધા હતા. જેમાં સૌપ્રથમ નાણામંત્રી પદેથી ઋષિ સુનકે રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ પીએમ બોરીસ જોન્સને પણ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે કન્ઝર્વેટીવ પાર્ટીમાં નેતા પસંદગી કરવાની અને પ્રધાનમંત્રી પદ માટેના નવા ચહેરાની પસંદગી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભારતીય મૂળના ઋષિ સુનક સૌથી આગળ છે.
