ઈરાને પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સહિત 61 અમેરિકન પર પ્રતિબંધ લગાવ્યો
Live TV
-
ઈરાને પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સહિત 61 અમેરિકન પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈરાને તમામ પર અસંતુષ્ટ ઈરાનની સમૂહનો સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. મુજાહિદ્દીન-એ-ખલ્ક નામના આ સંગઠનને ઈરાન આંતકવાદી સમૂહ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 2015ના પરમાણુ કરારને પાટા પર લાવવા માટે તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા તબક્કા વાતચીત થઈ હતી જેનો કોઈ પરિણામ આવ્યો નથી. ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા બ્લેકલિસ્ટ કરનાર અન્ય લોકોમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી ગિઉલિઆની અને વ્હાઈટ હાઉસના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન પણ સામેલ છે.
