આજે લદ્દાખમાં LAC પર ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની16માં તબક્કાની ચાલી રહેલી બેઠક
Live TV
-
આજે લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરની 16માં તબક્કાની બેઠકની શરૂ થઈ છે. આ બેઠકમાં લેફ્ટિનેન્ટ જનરલ એ.સેનગૃપ્તા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 15 વખત બંને દેશો વાતચીત માટે બેઠક કરી ચૂક્યા છે. પરંતુ કોઈ સમાધાન સુધી પહોંચી શક્યા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે થનાર વાતચીત ભારતીય ક્ષેત્રમાં થશે. ભારત સતત શાંતિ અને સ્થિરતા પર દબાણ આપી રહ્યું છે, તેની સાથે ભારતનું કહેવું છે કે, સંઘર્ષ વાળા સ્થાનો પર સૈનિકોને તૈનાત કરવામાં આવી રહ્યા છે. ગોગરા-હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, ડેમચોક અને ડેપસાંગ અંગે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જે વાટાઘાટોના છેલ્લાં કેટલાક રાઉન્ડમાં મુખ્ય મુદ્દાઓ છે.
