Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના પ્રધાનમંત્રીના પદ માટે ઋષિ સુનકની સ્થિતિ વધુ મજબૂત બની

Live TV

X
  • બ્રિટનના પ્રધાનમંત્રીના પદની ઉમદેવારી માટે કન્ઝર્વેટીવ પાર્ટીમાં વિવિધ તબક્કામાં ચુંટણી થઈ રહી છે. આ ચુંટણીમાં ભારતીય મુળના ઋષિ સુનકનો પ્રધાનમંત્રી પદનો દાવો વધુ મજબૂત બન્યો છે. ઋષિ સુનક બીજા ઉમેદવારો કરતા સૌથી આગળ છે.  

    બ્રિટીશ-ભારતીય પૂર્વ નાણામંત્રી અને પૂર્વ ચાન્સલર ઋષિ સુનકે સંસદના કન્ઝર્વેટીવ પાર્ટીના સભ્યો વચ્ચે મતદાનમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે. ઋષિ સુનકે ત્રીજા તબક્કાની ચુંટણીમાં 115 મતો પ્રાપ્ત કર્યા હતા. જયારે વેપારમંત્રી પેની મોર્ડેન્ટ 82 મતો સાથે બીજા ક્રમે, વિદેશ સચિવ લિઝ ટ્રુસ 71 મતો સાથે ત્રીજા અને કેમી બેડેનોચ 58 મતો સાથે ચોથા સ્થાને રહ્યા. આગામી તબક્કાનું મતદાન આજે યોજાશે. ત્યારબાદ ગુરુવાર સુધી માત્ર બે જ ઉમેદવારો મેદાનમાં રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply