રાનિલ વિક્રમસિંઘે આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે
Live TV
-
રાનિલ વિક્રમસિંઘે આજે શ્રીલંકાના સંસદ પરિસરમાં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. કાર્યકારી રાષ્ટ્રપતિ અને છ વખત પ્રધાનમંત્રી રહેલા વિક્રમસિંઘેને ગોટબાયા રાજપક્ષેએ દેશ છોડી દેતા સંસદ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આજે સવારે શપથ લીધા બાદ રાનિલ વિક્રમસિંઘે દ્વારા નવા પ્રધાનમંત્રીની નિમણુંક કરવામાં આવે તેવી શક્યતા છે. દેશને સંકટથી બચાવવા તેમણે સાંસદોને સાથે મળીને કામ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ત્રણેય સશસ્ત્ર દળો અને પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. 225 સાંસદોમાંથી 223 સાંસદોએ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. રાનિલ વિક્રમસિંઘેને 134 સાંસદોનું સમર્થન મળ્યું. શ્રીલંકા પોદુજન પેરામુના પાર્ટીના દુલાસ અહાપેરુમાને 82 વોટ મળ્યા અને નેશનલ પીપલ્સ પાવરના નેતા અનુરા કુમારા દિસાનાયકેને માત્ર ત્રણ વોટ મળ્યા.
