બ્રિટનમાં નવા પ્રધાનમંત્રીની રેસમાં ઋષિ સુનક અને વિદેશમંત્રી લિઝ ટ્રસે છેલ્લા તબક્કામાં સ્થાન મેળવ્યું
Live TV
-
શુક્રવારથી બંને ઉમેદવાર સમગ્ર દેશમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સદસ્યો વચ્ચે પ્રચાર કરશે.
બ્રિટનમાં નવા પ્રધાનમંત્રીની રેસમાં અંતિમ બે ઉમેદવારોના નામ નિશ્ચિત થઈ ચૂક્યા છે. પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક અને વિદેશમંત્રી લિઝ ટ્રસે છેલ્લા તબક્કામાં સ્થાન મેળવી લીધુ છે. બંને હવે પ્રધાનમંત્રી અને કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ પદ માટે એકબીજાનો સામનો કરશે. શરૂઆતમાં લીડ મેળવી રહેલા ઋષિ સુનક પાંચમા અને છેલ્લા તબક્કામાં સૌથી આગળ રહ્યા હતા. ઋષિ સુનક 137 મત સાથે ટોરી સાંસદના પાંચમાં અને અંતિમ તબક્કામાં વિજયી થયા છે. જ્યારે 113 સાંસદના સમર્થન સાથે લિઝ ટર્સ બીજા સ્થાન પર રહ્યા છે. 105 મત સાથે વેપાર મંત્રી પેની મોર્ડેટ પ્રધાનમંત્રી પદની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 42 વર્ષીય સુનક અત્યાર સુધીના મતદાનમાં સૌથી આગળ રહ્યા છે. હવે શુક્રવારથી બંને ઉમેદવાર સમગ્ર દેશમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સદસ્યો વચ્ચે પ્રચાર કરશે. જેના બાદ 1.50 લાખથી વધુ સદસ્ય પોતાના નેતા માટે ટપાલના માધ્યમથી વોટ આપશે. આ મતપત્રોની ગણતરી 5 સપ્ટેમ્બરે યોજાશે.
