બ્રિટનના મહારાણી એલીઝાબેથ દ્વિતિયના આજે કરાશે અંતિમ સંસ્કાર
Live TV
-
બ્રિટનના મહારાણી એલીઝાબેથ દ્વિતિયના આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ રવિવારે બ્રિટનની મહારાણી એલીઝાબેથ દ્વિતીયના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કર્યાં હતા. તેમણે લંડન પહોચીને દિવંગત મહારાણીના પાર્થિવ શરીર પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આજે બ્રિટનની મહારાણી એલીઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. આ અંતિમ સંસ્કાર આજે વેસ્ટ મિનિસ્ટર એબી ખાતે કરવામાં આવશે. મહારાણી એલીઝાબેથ દ્વિતિયના અંતિમ સંસ્કારમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો સહિત વિશ્વના વિવિધ દેશોના પ્રતિનિધિઓ લંડન પહોંચ્યા છે.
મહારાણી એલીઝાબેથ દ્વિતિયની અંતિમ ઝલક જોવા માટે રવિવારે લાખો લોકો એકઠા થયા હતા. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ લંડનના લેંગસ્ટર હાઉસમાં મહારાણી એલીઝાબેથની સ્મૃતિમાં શોક સંદેશની પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા.
