Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ઈજિપ્તની બે દિવસીય સત્તાવાર મુલાકાતે કૈરો પહોંચ્યા 

Live TV

X
  • સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ઈજિપ્તની બે દિવસીય સત્તાવાર મુલાકાતે કૈરો પહોંચ્યા છે. ઇજિપ્તના સેન્ટ્રલ મિલિટરી ઝોન કમાન્ડર મેજર જનરલ તારિક હામિદ અલશાજલીએ કૈરોમાં અલ-માઝા એર બેઝ પર ભારતના સંરક્ષણ મંત્રીનું સ્વાગત કર્યું હતું. રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન ઇજિપ્તના સંરક્ષણ મંત્રી જનરલ મોહમ્મદ ઝાકી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. 

    બંને મંત્રીઓ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોની સમીક્ષા કરશે અને સૈન્ય સંબંધોને મજબૂત કરવા માટે નવા ઉપાયો અંગે વાતચીત કરશે. તથા બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. બંને મંત્રીઓ ભારત અને ઇજિપ્ત વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરશે. રાજનાથ સિંહ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીની મુલાકાત પણ લેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply