Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રમાં ભાગ લેશે

Live TV

X
  • વિદેશમંત્રી ડો. એસ.જયશંકર અમેરિકાના પ્રવાસે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77માં સત્રમાં ભાગ લેશે.પ્રવાસના પ્રથમ તબક્કામાં એસ.જયશંકર ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતીય પ્રતિનિધી મંડળનું નેતૃત્વ કરશે. 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આ વર્ષનો વિષય છે ''એક ઐતિહાસીક ક્ષણ પરસ્પર જોડાયેલા પડકારનું પરિવર્તનકારી સમાધાન'' વિદેશમંત્રી ચાર દેશો ભારત, બ્રાઝીલ, જાપાન, જર્મની,, ની મંત્રી સ્તરની બેઠકની યજમાની કરશે.. વિદેશમંત્રી બહુપક્ષવાદને ફરીથી મજબુત કરવા અને  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વ્યાપક સુધાર પ્રાપ્ત કરવા માટે એલ 69 સમુહની ઉચ્ચસ્તરિય બેઠકમાં ભાગ લેશે,, L-69 સમુહમાં એશિયા,, આફ્રિકા, લેટીન અમેરિકા જેવા વિકાસશીલ દેશ અને કેરિબિયા સહિત નાના દ્વિપિય દેશો સામેલ છે. વિદેશમંત્રી 24 સપ્ટેમ્બરે વિશેષ કાર્યક્રમ ઇન્ડીયા @ 75 શોકેસીંગ ઇન્ડીયા યુએન પાર્ટનરશીપ ઇન એકશનને સંબોધન કરશે.જે ભારતની વિકાસયાત્રાને ઉજાગર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply