Skip to main content
Settings Settings for Dark

પિયુષ ગોયલ આજથી સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાતે

Live TV

X
  • કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પિયુષ ગોયલ 18-19 સપ્ટેમ્બરના રોજ આર્થિક અને રોકાણ સમિતિની મંત્રી સ્તરીય બેઠકની સહ-અધ્યક્ષતા માટે સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન, એચઆરએચ પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાનને મળી આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. મુખ્ય મુદ્દાઓમાં તેઓ વેસ્ટ કોસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટ, ટ્રાન્સ-ઓશન ગ્રીડ, ગ્રીન હાઈડ્રોજન, ખાદ્ય સુરક્ષા, ફાર્માસ્યુટિકલ, એનર્જી સિક્યુરિટી અને ભારતમાં 100 બિલિયન ડોલરના રોકાણની યોજના સહિતના ક્ષેત્રોની ચર્ચા કરશે.

    આ મંત્રી સ્તરીય સમિતિ ભારત અને સાઉદી અરેબિયાની વ્યૂહાત્મક ભાગીદારી પરિષદના માળખા હેઠળ સ્થપાયેલી બે મંત્રીમંડળમાંની એક છે, જેનું નેતૃત્વ ભારતના પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ દ્વારા સર્વોચ્ચ સ્તરે કરવામાં આવે છે.

    બંને મંત્રીઓ આર્થિક અને રોકાણ સમિતિના વિવિધ સંયુક્ત કાર્યકારી જૂથો હેઠળ થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. બંને પક્ષો વેસ્ટ કોસ્ટ રિફાઈનરી પ્રોજેક્ટ, ટ્રાન્સ-ઓશન ગ્રીડ કનેક્ટિવિટી, ગ્રીન હાઈડ્રોજન, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ્સ સહિત અગ્રતા ક્ષેત્રો અને પ્રોજેક્ટ્સની શ્રેણીમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા માટે નવી યોજના ઘડે તેવી અપેક્ષા છે.

    પિયુષ ગોયલની સાઉદી અરેબિયાની મુલાકાત ગતિશીલ અને સતત વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વેગ આપશે અને સહકારના નવા ક્ષેત્રો માટે માર્ગ મોકળો કરશે જે બંને દેશો વચ્ચે વ્યાપારી અને વેપાર સંબંધોને વધુ મજબૂત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply