રશિયા પર ભારે પડતું યુક્રેન
Live TV
-
છેલ્લા સાત મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગયા અઠવાડિયે ખારકીવ વિસ્તારમાં યુક્રેનના સૈનિકોએ રશિયા સામે લડત આપી હતી અને તેને પાછળ ધકેલી દીધું હતું. યુક્રેનની સેનાએ સતત રશિયાની સેનાને પાછા ખદેડીને તેના નિયંત્રણમાંથી લગભગ 6 હજાર વર્ગ કિલોમીટરનો વિસ્તાર મુક્ત કરાવ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં દક્ષિણ પૂર્વના ભાગમા યુક્રેન જવાબી આક્રમણ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનની સેના સતત આગળ વધી રહી છે. ગત સપ્તાહે યુક્રેને દાવો કર્યો કે તેણે હાથીવ ક્ષેત્રના ઉત્તરપૂર્વ વિસ્તારમાં જવાબી આક્રમણ કર્યું હતુ અને કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો.
યુક્રેનની સેનાનું કહેવું છે કે ઉત્તર-પૂર્વમાં થઈ રહેલા આક્રમણમાં રશિયાએ 20 ગામો પર જે કબજો કર્યો હતો એ ગામોને પરત લઈ લીધા છે. તેમાં ઇઝિયમ અને કુપિયાન્સ્કના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે, જેને શનિવારે યુક્રેન દ્વારા ફરીથી કબજે કરવામાં આવ્યા હતા. રશિયાએ બંને શહેરોમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન એકબીજાને વળતો જવાબ યુદ્ધથી આપી રહ્યું છે ત્યારે રવિવારે મોસ્કોએ યુક્રેનમાં મિસાઈલ હુમલા સાથે વળતો પ્રહાર કર્યો હતો, જેના કારણે યુક્રેનમાં વીજળી કાપવામાં આવી હતી. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે હવે તેમની પ્રાથમિકતા ખારકીવ ક્ષેત્રમાં તેમણે મળેલી સફળતાને સુરક્ષિત કરવાની છે.
