બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના ઋષિ સુનકને સાંસદોનું મળ્યું સમર્થન
Live TV
-
બ્રિટનમાં પ્રધાનમંત્રી લીઝ ટ્રસના રાજીનામા બાદ ફરીથી ચૂંટણી થશે. પ્રધાનમંત્રી પદ માટે કન્ઝર્વેટિવ નેતા અને ગત ચૂંટણીના ઉપવિજેતા ઋષિ સુનક અને પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોહનસન વચ્ચે હરીફાઈ થઈ શકે છે. સર્વે અનુસાર રુષિ સૂનક બ્રિટિશ પ્રધાનમંત્રી રેસમાં સૌથી આગળ છે.ઋષિ સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો અનુસાર ચૂંટણી લડવાની ઉમેદવારી માટે 100 સાંસદોનું સમર્થન મેળવી લીધું છે, તો બીજી તરફ હાઉસ ઓફ કોમન્સની નેતા પેની મોરડોન્ટે પણ પ્રધાનમંત્રી પદ માટેની દાવેદારી નોંધાવી છે. બ્રિટિશ પ્રમાણે સોમવારે બપોરે 2 વાગ્યા સુધી જ નામાંકન કરી શકાશે. જેનું પરિણામ 28 ઓક્ટોબરના રોજ જાહેર કરાવામાં આવશે.
