Skip to main content
Settings Settings for Dark

જાપાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા સહમતી થઈ

Live TV

X
  • જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા સહમત થયા છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા.

    આ જાહેરનામામાં જાપાન અને ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરનારા દેશો સામે પગલાં લેવા સંમત થયા છે. આ પ્રસંગે બંને પ્રધાનમંત્રીઓએ જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે દ્વારા પરિકલ્પિત મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકક્ષેત્રના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો.

    2007માં, શિન્ઝો આબે અને ઓસ્ટ્રેલિયાના તત્કાલીન પ્રધાનમંત્રી જ્હોન હોવર્ડે, અમેરિકાની સાથે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને સુરક્ષા લાભોને સ્વીકારતા દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply