શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા: કહ્યું- વિશ્વને ચીનની જરૂર
Live TV
-
જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં આયોજિત મીટિંગ દરમિયાન, તેમણે કહ્યું - વિશ્વ વિના ચીન વિકાસ કરી શકતું નથી અને વિશ્વને પણ ચીનની જરૂર છે. 40 વર્ષના અથાગ પ્રયાસો બાદ આપણી અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી છે અને દેશમાં સામાજિક સ્થિરતા પણ આવી છે. આગામી પાંચ વર્ષ માટે અમે નક્કર વ્યૂહરચના ઘડી કાઢી છે.
શી જિનપિંગે પોતાની નવી ટીમની જાહેરાત પણ કરી દીધી છે. ટીમમાં જિનપિંગે તમામ વિરોધીઓને હટાવતા પોતાના વિશ્વાસુઓને એન્ટ્રી આપી છે. લી કિયાન્ગને નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. શી જિનપિંગે 22 ઓક્ટોબરે ચીનની તત્કાલીન વડાપ્રધાન લી કિયાંગને પાર્ટી લીડરશિપથી હટાવી દીધા છે. તેમની સાથે ત્રણ અને ટોપ ઓફિશિયલ્સને હટાવવામાં આવ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના 7 સભ્યોના નામની જાહેરાત
શી જિનપિંગે પોલિટબ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના 7 સભ્યોના નામની પણ જાહેરાત કરી છે. તેમાં શી જિનપિંગ સાથે લી કિયાંગ, ઝાઓ લેઝી, વાંગ હુનિંગ, કાઈ કી, લી શી અને ડીંગ શુઝિયાંગ સામેલ છે. ડીંગ કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ ઓફિસના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. યે શી ના સૌથી મહત્વપૂર્ણ સહયોગીઓમાંથી એક છે. ડિંગે જિનપિંગ સાથે વિદેશમાં યોજાનારી અનેક બેઠકોમાં હાજરી આપી ચુક્યા છે.
