યુનિસેફે પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરના પરિણામે બાળકોમાં વધી રહેલા કુપોષણ અંગે ચેતવણી આપી
Live TV
-
યુનિસેફે પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરના પરિણામે બાળકોમાં વધી રહેલા કુપોષણ અંગે ચેતવણી આપી છે. યુનિસેફ અનુસાર, સિંધ અને બલુચિસ્તાન પૂર પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રોમાં દાખલ 5 વર્ષથી ઓછી ઉંમરના 9 માંથી 1 બાળક ગંભીર કુપોષણથી પીડિત હોવાનું જણાયું હતું. સપ્ટેમ્બર-2022 સુધીમાં, આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસવામાં આવેલા 22 હજારથી વધુ બાળકોમાંથી, પૂરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 2 હજાર 630 બાળકો ગંભીર રીતે કુપોષિત હોવાનું જણાયું હતું. ગંભીર કુપોષણ એ જીવન માટે જોખમી સ્થિતિ છે જે બાળકોના વિકાસને અસર કરે છે અને તેમની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
