Skip to main content
Settings Settings for Dark

બ્રિટનને યુરોપીય સંઘથી બહાર જવા સંબંધિત સમજૂતીના પ્રસ્તાવિત મુસદ્દાને મંજૂરી

Live TV

X
  • લંડનમાં યોજાયેલી બેઠકમાં બ્રિટન અને યુરોપીય દેશો વચ્ચેના સંબંધ અંગે રાજનીતિ ઘોષણાપત્રને મંજૂર કર્યું છે

    બ્રિટન સરકારના કેબિનેટ મંત્રીઓએ પાંચ કલાકની મેરેથોન ચર્ચા બાદ, બ્રિટનને યુરોપીય સંઘથી બહાર જવા સંબંધિત સમજૂતીના પ્રસ્તાવીક મુસદ્દાને મંજૂરી આપી છે. લંડનમાં યોજાયેલી બેઠકમાં બ્રિટન અને યુરોપીય દેશો વચ્ચેના સંબંધ અંગે રાજનીતિ ઘોષણાપત્રને મંજૂર કર્યું છે. યુરોપીય સંઘે બ્રિટન કેબિનેટના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી ટેરિઝા - મે એ જણાવ્યું હતું કે, આ એક નિર્ણાયક નિર્ણય છે અને તેમને ભરોસો છે કે, તે સમગ્ર દેશના હિતમાં છે આ સમજૂતિથી દેશમાં નોકરી વધશે અને દેશની સુરક્ષા અને સમાધાનિક એક જૂથતા માટે આ મદદરૂપ બનશે. આનાથી બ્રિટનને તેની સરહદો અને કાયદા ઉપર નિયંત્રણ હાંસલ થશે. આજે ટેરીઝા-મે બ્રિટનની સંસદમાં આ નિર્ણય અંગે નિવેદન આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply