શ્રીલંકાની સંસદમાં સર્જાયા હોબાળો મારામારી અને હંગામાના દ્રશ્યો
Live TV
-
સંસદના પ્રારંભે જ કેટલાંક સાંસદો અધ્યક્ષની ખુરશી પાસે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો
શ્રીલંકામાં રાજકીય સંકટ જેમનું તેમ ચાલી રહ્યું છે. આજે પણ શ્રીલંકાની સંસદમાં હોબાળો મારામારી અને હંગામાના દ્રશ્યો સર્જાયા હતાં. સતત ત્રીજા દિવસે પણ સંસદની કાર્યવાહી ખોરવાયેલી રહી. સંસદના પ્રારંભે જ કેટલાંક સાંસદો અધ્યક્ષની ખુરશી પાસે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. કેટલાંક સાંસદોએ તો અધ્યક્ષની ખુરશીનેકબજામાં લઇ લીધી હતી. સંસદના આ મહત્વપૂર્ણ સત્રમાં મહિદા રાજપક્ષેની નવી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા અંગે નેતાઓમાં કોઇ સહમતિ સધાઇ નહતી. જેને કારણે સમગ્ર શ્રીલંકામાં રાજકિય સંકટ તોળાઇ રહ્યું છે.
