Skip to main content
Settings Settings for Dark

CNNના પત્રકાર જિમ એકોસ્ટાની માન્યતા ફરીથી બહાલ કરવા વ્હાઈટ હાઉસને આદેશ

Live TV

X
  • અમેરિકામાં વોશિંગ્ટનની કોર્ટના ન્યાયાધીશે આપ્યો ચૂકાદો

    અમેરિકામાં વોશિંગ્ટનની કોર્ટના ન્યાયાધીશે ન્યૂઝ ચેનલ CNNના પત્રકાર જિમ એકોસ્ટાની માન્યતા ફરીથી બહાલ કરવા વ્હાઈટ હાઉસને આદેશ આપ્યો છે. થોડા દિવસ અગાઉ વ્હાઈ હાઉસે એક પત્રકાર પરિષદ દરમિયાન અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા થયા બાદ એકોસ્ટાનું પ્રેસ કાર્ડ પરત ખેંચી લેવાયું હતું. ન્યાયાધીશે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, પત્રકારને તેનું કાર્ડ પરત આપી દેવું જોઈએ, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે CNNનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. જજનું કહેવું હતું કે, વ્હાઈટ હાઉસનો નિર્ણય અભિવ્યક્તિ સ્વાતંત્રના અધિકારનો ભંગ સમાન છે. જિમ એકોસ્ટાએ જજના નિર્ણયને આવકાર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply