રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયેતનામ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે
Live TV
-
પ્રવાસના પ્રથમ ચરણમાં રાષ્ટ્રપતિ વિયેતનામ જશે. જ્યાં તેઓ વિયેતનામના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ કોવિંદ વિયેતનામ નેશનલ એસેમ્બલીને સંબોધન પણ કરશે.
હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં બંને દેશોના સંબંધને વધુ મજબુત કરવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વિયેતનામ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના થશે. પ્રવાસના પ્રથમ ચરણમાં રાષ્ટ્રપતિ વિયેતનામ જશે. જ્યાં તેઓ વિયેતનામના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ કોવિંદ વિયેતનામ નેશનલ એસેમ્બલીને સંબોધન પણ કરશે. પ્રવાસના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ 21થી 24 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે તે દરમિયાન રાષ્ટ્રપતિ શ્રી સીડની અને મેલબોર્નની મુલાકાત લેશે. તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.
