બ્રેક્ઝિટ મામલે બ્રિટનની સંસદમાં અસમંજસની સ્થિતિ યથાવત
Live TV
-
બ્રિટનની યુરોપીયન સંઘથી અલગ થવાની સ્થિતિને લઇને અસમંજસની સ્થિતિ યથાવત છે. ગઇકાલે મોડી રાત્રે બ્રિટનની સંસદમાં બ્રેક્ઝિટ સાથે જોડાયેલા 4 પ્રસ્તાવ પર મતદાન થયું હતું. બ્રેક્ઝિટ માટે આગળની પ્રક્રિયા સાથે જોડાયેલા પ્રસ્તાવ પર, સાંસદ ફરી એક વખત સહમત થઇ શક્યાં ન હતા.
સંસદના નીચેના ગૃહહાઉસ ઓફ કોમન્સમાં યુરોપીયન સંઘથી અલગ થવાના 4 પ્રસ્તાવ પર મતદાન થયું હતું. જેમાં કસ્ટમ યુનિયન, સિંગલ માર્કેટ, નોર્વે જેવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. જો કે કોઈ વિકલ્પને બહુમત મળી શક્યો નહીં. જો કે સંસદમાં થયેલું મતદાન કાયદાકિય દૃષ્ટીએ માન્ય નથી ગણાતું , ત્યારે આ શરત પર જો બહુમતી મળી પણ જાય, તો પણ સરકાર તેને માનવા માટે બંધાયેલી નથી.
