Skip to main content
Settings Settings for Dark

ભારતના પ્રતિભાશાળી ખેલાડીઓનું પ્રદર્શન કરતી પ્રથમ મહિલા કબડ્ડી લીગનું દુબઈમાં કરાયું ઉદ્દઘાટન

Live TV

X
  • મેન્સ પ્રો કબડ્ડી લીગની સફળતા બાદ, હવે કબડ્ડી મેટ પર ચમકવાનો વારો મહિલા ખેલાડીઓનો છે. ભારતની મહિલા કબડ્ડી લીગ (WKL)ની પ્રથમ આવૃત્તિનું ઉદ્દઘાટન16 જૂનના રોજ દુબઈમાં શરૂ થયું.

    આ ઐતિહાસિક ઘટના પ્રથમ વખત ચિહ્નિત કરે છે જ્યારે સમગ્ર ભારતમાંથી મહિલા કબડ્ડી ખેલાડીઓને વૈશ્વિક મંચ પર તેમના કૌશલ્ય અને પરાક્રમનું પ્રદર્શન કરવાની તક આપવામાં આવી છે. આ લીગમાં આઠ ટીમોનો સમાવેશ થાય છે, જેમાં કુલ 96 ખેલાડીઓ છે,જે દરેક ભારતીય રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ ટીમોને વિવિધ રાજ્યોના નામ આપવામાં આવ્યા છે. જેમાં દિલ્હી ડાયનામાઇટ, ગુજરાત એન્જલ્સ, ગ્રેટ મરાઠા, હરિયાણા હસલર્સ, પંજાબ પેન્થર્સ, રાજસ્થાન રાઇડર્સ, ઉમા કોલકાતા અને બેંગલુરુ હોક્સનો સમાવેશ થાય છે.

    વિજેતા ટીમને અંદાજે અડધા મિલિયન દિરહામ (1 કરોડ INR ની સમકક્ષ)નું ઇનામ આપવામાં આવશે. IPL-શૈલીની મહિલા કબડ્ડી લીગના ઉદ્દઘાટન સમારોહમાં બોલિવુડ અભિનેતા ગોવિંદાની હાજરી હતી, જેમણે  પ્રતિષ્ઠિત ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. WKLના પ્રાથમિક આયોજક APS સ્પોર્ટ્સે પ્રકાશિત કર્યું કે આ નોંધપાત્ર પુરસ્કાર ઉત્કૃષ્ટ રમતવીરો દ્વારા પ્રદર્શિત અવિરત પ્રયત્નો, સમર્પણ અને અસાધારણ પ્રતિભાને સ્વીકારવા અને પ્રશંસા કરવા માટે લીગની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરુ પાડે છે.

    વિમેન્સ કબડ્ડી લીગ દુબઈમાં શબાબ અલ અહલી સ્પોર્ટ્સ ક્લબ ખાતે 16 જૂનથી 27 જૂન સુધીના 12 દિવસના સમયગાળામાં ચાલશે. લીગનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં કબડ્ડીની પ્રાધાન્યતા વધારવા અને ભારતની મહિલા રમતવીરોને સશક્ત બનાવવાનો છે. તે આ અસાધારણ પ્રતિભાઓને તેમની કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડે છે, આખરે કબડ્ડી ઉત્સાહીઓની નવી પેઢીને પ્રેરણા આપે છે.

    મહિલા કબડ્ડી લીગના ડાયરેક્ટર પ્રદીપ કુમાર નેહરાએ લીગના મિશન અને મહિલા સશક્તિકરણ પર તેની અસર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "અમે મહિલા શક્તિને પ્રોત્સાહન આપવા માટે લીગની શરૂઆત કરી છે. ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારોની પ્રતિભાશાળી છોકરીઓ, જેઓ શાળા-કોલેજમાં ખૂબ સારી રીતે રમતી હતી પરંતુ, તેમને એક સારું પ્લેટફોર્મ ન મળી શક્યું. અમે તેમને પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કર્યો છે." દુબઈના રહેવાસી ચંદ્રશેખર ભાટિયાએ આ પહેલ અંગે જણાવ્યું કે"પ્રધાનમંત્રીના મહિલાઓને રમતગમતમાં પ્રોત્સાહન આપવાના સપનાને સાકાર કરવાની આ એક પહેલ છે. આવનારા સમયમાં અમને આશા છે કે બાસ્કેટબોલ, ખો-ખો, ક્રિકેટ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે." આ સીમાચિહ્ન ઘટના મહિલા રમતગમત માટે વધતી જતી માન્યતા અને સમર્થનના પુરાવા તરીકે ઊભી છે, જે ભારતમાં અને તેનાથી બહારની મહિલા રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply