ભારતીય મૂળના 'અનિતા આનંદ' બન્યા કેનેડાના નવા રક્ષામંત્રી
Live TV
-
ભારતીય મૂળના 'અનિતા આનંદ'ની કેનેડાના નવા રક્ષામંત્રી તરીકે નિયુક્તિ થઈ છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ લિબરલ પાર્ટીના સત્તામાં આવ્યા બાદ એક જ મહિનામાં મંત્રીમંડળમાં મોટા ફેરફાર કર્યા છે. અનિતા આનંદ ભારતીય મૂળના જ રક્ષામંત્રી રહી ચૂકેલા હરજીત સજ્જનનું સ્થાન લેશે. હરજીત સજ્જન લાંબા સમય સુધી કેનેડાના રક્ષામંત્રી રહ્યા. મહત્વનું છે કે સૈન્ય દુષ્કર્મ કેસની કામગીરીને લઈ હરજીત સજ્જનની ભારે આલોચના થઈ હતી. નવા મંત્રીમંડળમાં મહિલા સભ્યોની સરખી ભાગીદારી છે. વર્ષ 2019માં પ્રધાનમંત્રી જસ્ટિસ ટુડોએ અનિતા આનંદની પબ્લિક સર્વિસ તરીકે નિમણૂક કરી હતી. અનિતા આનંદની અગાઉની સંસદીય ચૂંટણીમાં જીત થઈ હતી.
