જાપાનની રાજકુમારીએ છોડ્યો શાહી પરિવાર, સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા
Live TV
-
જાપાનની રાજકુમારી માકોએ પોતાનો પ્રેમ મેળવવા કરોડોની સંપત્તિ અને શાહી પરિવાર છોડી દીધો છે. રાજકુમારી માકોએ તેના ક્લાસમેટ કોમુરો નામના યુવક સાથે લગ્ન કરી દીધા છે. પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાને લીધે માકો હવે જાપાનની રાજકુમારી રહેશે નહીં. સામાન્ય નાગરિક સાથે લગ્ન કરવાના કારણે શાહી પરિવારનો દરજ્જો રહેતો નથી. માકોએ લગ્ન કર્યા બાદ નિવેદન આપ્યુ હતું કે- 'જો કોઈને મારા નિર્ણયથી નારાજગી છે, તો હું દિલગીર છું'. એમ્પિરિયલ હાઉસહોલ્ડ એજન્સીના અહેવાલ પ્રમાણે માકો એક મહિનાથી માનસિક તણાવમાં હતી, તે પોતાના લગ્ન અને તેના જીવનસાથી વિશેની નકારાત્મક વાતોના કારણે નારાજ હતી. કોમુરો સાથે લગ્ન બાદ તે ખૂબ ખુશ થઈ છે. માકોએ તેના પરિવાર પાસેથી કોઈપણ પ્રકારની આર્થિક સહાય લેવાથી મનાઈ કરી દીધી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી શાહી પરિવારની માકો પહેલી વ્યક્તિ છે જેને સામાન્ય નાગરિક સાથે લગ્ન કર્યા છે. માકો જાપાનના પૂર્વ સમ્રાટ અકિહોતીની પૌત્રી છે અને તેમની ઉમર 29 વર્ષની છે. વર્ષ 2017માં માકોએ કોમુરો સાથે લગ્ન કર્યા હતા.
