ચીનના લાંઝોઉ શહેરમાં લૉકડાઉન, 40 લાખની વસ્તી ધરાવતા શહેરમાં 6 કેસ નોંધાતા નિર્ણય
Live TV
-
ચીનમાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા તેની સરકારે ફરી કડક નિયંત્રણો લગાવવાની દિશામાં કામગીરી હાથ ધરી દીધી છે. ચીનના લાંઝોઉ શહેર જેમાં અંદાજે 40 લાખની વસ્તી રહે છે જ્યાં કોરોનાના ફક્ત 6 પોઝિટિવ કેસ નોંધાતા લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ત્યાના સ્થાનિકોને અતિ આવશ્યકતા હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ લાંઝોઉ શહેરમાં મોટા પ્રમાણમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. કોરોના સંક્રમિત લોકોને કોરેન્ટાઈન કરી દેવામાં આવી રહ્યા છે. ચીનની રાજધાની બેઈજીંગમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હોટલોનું બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં કોરોનાના કેસ વધવાની સંખ્યા હાલ ઓછી છે, 24 કલાકમાં માત્ર 6 નવા કેસ નોંધાયા છે અને શહેરમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોરોનાના 29 કેસ નોંધાયા છે. લાંઝોઉ શહેરમાં 6 કેસ નોંધાયા છે અને લૉકડાઉન લગાવી દેવાયું છે.
