વિશ્વભરમાં આજે મનાવાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ
Live TV
-
25મી ઑક્ટોબરે આંતરરાષ્ટ્રીય કલાકાર દિવસ કલાકારોનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક, પાબ્લો પિકાસોનો જન્મદિવસ પણ છે. પૉબલો પિકાસોનો જન્મ 25 ઓક્ટોબર, 1881ના રોજ થયો હતો. કલાકારો તેમની કૃતિ બનાવવા માટે સખત મહેનત કરે છે. તેઓ આપણી આસપાસની દુનિયામાં સુંદરતા ઉમેરે છે. મોટાભાગના કલાકારો વિવિધ માધ્યમો સાથે કામ કરે છે. એટલું જ નહીં, પરંતુ કલાકાર શબ્દમાં ચિત્રકારો, ફોટોગ્રાફર, શિલ્પકારો, સંગીતકારો, નૃત્યાંગનાઓ, લેખકો, અભિનેતાઓ, ડિજિટલ કલાકારો વગેરેનો સમાવેશ થાય છે.
કલા વગરની દુનિયા રંગ વિહોણી લાગે. જીવનમાં ઉત્સાહ અને નાવીન્ય તેમજ રસ ભરનાર, કલાની દુનિયામાં રંગ પાથરનાર આ સૌ કલાકારોના માનમાં આજનો દિવસ ઉજવવામાં આવશે.
