Skip to main content
Settings Settings for Dark

ભારતે પેલેસ્ટાઇનની જનતાના સ્વનિર્ણયના અધિકારની તરફેણમાં ૧૬૬ દેશો સાથે સંયુક્ત રાષ્ટ્રમાં મત આપ્યો

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મંગળવારે થયેલી બેઠકમાં ભારતે પેલેસ્ટાઇનીઓને આત્મ સંકલ્પના અધિકાર સંબંધિત પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 165 દેશોએ પેલેસ્ટાઇનના પક્ષમાં મત આપ્યો હતો. ફક્ત ઇઝરાયલ, અમેરિકા, નાઉરૂ, માઇક્રોનેશિયા અને માર્શલ આઇલેન્ડે પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કર્યું હતું.

    પેલેસ્ટાઇનના સ્વતંત્ર રાષ્ટ્રને માન્યતા આપતા પોતાના ઐતિહાસિક વલણને વળગી રહેતાં ભારતે પેલેસ્ટાઇનની જનતાના સ્વનિર્ણયના અધિકારની તરફેણમાં ૧૬૬ દેશો સાથે સંયુક્ત રાષ્ટ્રમાં મત આપ્યો હતો. ભારત અને અન્ય ૧૬૫ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી સમિતિની બેઠકમાં પેલેસ્ટાઇનની જનતાના સ્વનિર્ણયના અધિકારના ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે અમેરિકા, ઇઝરાયેલ, નૌરુ, માઇક્રોનેશિયા અને માર્શલ આઇલેન્ડે વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા, ગુએટંમાલા અને રવાડા સહિત નવ દેશો મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. પ્રસ્તાવ પર 19 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આ મતદાન વિવાદીત પેલેસ્ટાઇન ક્ષેત્રમાં ઇઝરાયલી વસાહતને લઇને અમેરિકાની પોતાની નીતિ બદલ્યાના એક દિવસ બાદ કરાવવામાં આવ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું  હતું કે, પેલેસ્ટાઇનની જનતાના સ્વનિર્ણયના ઠરાવને ભારતનું  સમર્થન તેની વિદેશ નીતિનો આંતરિક હિસ્સો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply