Skip to main content
Settings Settings for Dark

ભારતે પોતાના આંતરિક મામલે નિવેદન કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની કરી ટીકા

Live TV

X
  • વિદેશ મંત્રાલયે કહ્યું, કોવિડ- 19થી લડવામાં પાકિસ્તાન તેની અસફળતાથી ધ્યાન હટાવવા કરી રહ્યું છે ખોટી ટીકા.

    ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા ભારતમાં વસતાં લઘુમતિ વર્ગ ઉપર કરેલી ટિપ્પણીની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવદેનમાં કહ્યું હતું કે., પાકિસ્તાન કોવિંડ-19 સામેની લડાઈમાં ધ્યાન આપવાને બદલે પાડોશી દેશો સામે પાયાવિહોણાં આરોપ લગાવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતમાં લઘુમતિઓની સ્થિતિ પર અયોગ્ય ટિપ્પણી કરી હતી જે બાદ ભારતે તે નિવેદનને પાયાવિહોણું ગણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પોતાના આંતરિક મામલાને સંભાળવામાં નિષ્ફળ રહ્યું છે.જેને છુપાવવામાં માટે આ પ્રકારનો વાણી વિલાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ભારતે પાકિસ્તાનને જડાબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાના દેશના લઘુમતિઓની ચિંતા કરે જેમની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે અને તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply