ભારતે માનવીય સહાયતાના રુપમાં અફઘાનિસ્તાનને દવાઓનો જથ્થો પહોંચાડ્યો
Live TV
-
ભારતે આજે માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને મેડિકલ ચીજ-વસ્તુઓનો જથ્થો પહોંચાડ્યો છે. આ દવાઓ કાબુલમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓને સોંપવામાં આવશે અને કાબુલની ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મોકલવામાં આવશે. રાહત સામગ્રી એ જ વિમાન દ્વારા મોકલવામાં આવી હતી જેમાં ગઈ કાલે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 104 લોકોને ભારત લાવવામાં આવ્યા હતા. ફ્લાઇટમાં અફઘાન લઘુમતી સમુદાયના સભ્યો સહિત 10 ભારતીયો અને 94 અફઘાન નાગરિકો સવાર હતા. આ વિમાનમાં ગુરુ ગ્રંથ સાહિબની બે નકલો અને કેટલીક પ્રાચીન હિંદુ હસ્તપ્રતો પણ લાવવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઓપરેશન દેવી શક્તિ હેઠળ અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં કુલ 6,069 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અફઘાન હિન્દુ અને શીખ લઘુમતી સમુદાયોના સભ્યો સહિત 4,048 ભારતીયો અને 206 અફઘાન છે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 4038 ભારતીયો સહિત કુલ 5065 લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
