કેંટુકીમાં સતત ચાર તોફાનોમાં ઓછામાં-ઓછા 50 લોકોના મૃત્યુ
Live TV
-
અમેરિકાના દક્ષિણ-પૂર્વ પ્રાંત કેંટુકીમાં સતત ચાર તોફાનોમાં ઓછામાં-ઓછા 50 લોકોના મોત થયા છે. કેંટુકીમાં ગવર્નર એનડી બસેરે પત્રકારોને જણાવ્યું કે, કેંટુકીની અનેક કાઉન્ટીઓમાં ઘણી તબાહી થઈ છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ઇલિનોયસ રાજ્યમાં તોફાન દરમિયાન લગભગ 100 કામદારો એમેઝોન વેરહાઉસમાં ફસાયા હતા. આ વિસ્તારમાં વીજળી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. કામદારોને બચાવવા માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અમેરિકાના અરકાંસાસ, ટેનેસી, મિઝોરી, ઇલિનોયસ અને કેંટુકીમાં વાવાઝોડાથી પ્રભાવિત છે.
વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, હવામાન પરિવર્તનને કારણે વાવાઝોડું વધુ મજબૂત અને વારંવાર બની રહ્યું છે. આ કારણોસર હવામાન વારંવાર બદલાઈ રહ્યું છે.
