Skip to main content
Settings Settings for Dark

અમેરિકા: કેંટકીમાં આવેલ તોફાનમાં ઓછામાં ઓછા 100 લોકોના મૃત્યુની આશંકા

Live TV

X
  • અમેરિકાના દક્ષિણ-પૂર્વ પ્રાંત કેંટકીમાં સતત ચાર તોફાનોમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાની આશંકા છે. જે અન્વયે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અસરગ્રસ્ત રાજ્ય માટે તાત્કાલિક આર્થિક સહાય ફંડને મંજૂરી આપી છે. 
    ગઈકાલે કેંટકીમાં ગવર્નર એન.ડી. બસેરે પત્રકારોને જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે કેંટકીની અનેક કાઉન્ટીઓમાં ઘણી તબાહી થઈ છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, ઇલિનોયસ રાજ્યમાં તોફાન દરમિયાન લગભગ 100 કામદારો એમેઝોન વેરહાઉસમાં ફસાયા હતા. આ વિસ્તારમાં વીજળી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. કામદારોને બચાવવા માટે અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અમેરિકાના અરકાંસાસ, ટેનેસી, મિઝોરી, ઇલિનોયસ અને કેંટકીમાં વાવાઝોડાથી પ્રભાવિત છે.
    વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, હવામાન પરિવર્તનને કારણે વાવાઝોડું વધુ મજબૂત અને વારંવાર બની રહ્યું છે. આ કારણોસર હવામાન વારંવાર બદલાઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply