દુનિયામાં ઓમિક્રોન વેરિયન્ટનો ખતરોઃ UKમાં કોરોનાના કેસો વધતાં PM બોરીસ જોન્સને માહિતી આપી
Live TV
-
કોરોનાનાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો વિશ્વનાં દેશોમાં વધી રહ્યો છે. ઝડપથી ફેલાનારા આ કોરોના વાયરસથી બ્રિટન ચીંતીત છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સને કોવિડથી બચાવ માટે વેક્સીનના બે ડોજ પુરતા નથી. બુસ્ટર ડોજ કાર્યક્રમને વધુ ઝડપી બનાવાયું છે. ત્યાંજ વેજ્ઞાનિકોએ એલર્ટ લેવલ 4 કરી નાખ્યું છે. એવામાં બોરિસ જોન્સને જણાવ્યું છે કે, બુસ્ટર ડોઝ આપવાનું ઝડપથી વધવું જોઈએ. કારણ કે, વેજ્ઞાનિકોને હજુ સુધી એ જાણ ખબર નથી કે ઓમિક્રોન અન્ય વેરિએન્ટની સરખામણીમાં ઓછો ખતરનાક છે કે નહી. બોરીસ જોન્સને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, ઓમિક્રોનની લહેર આવી રહી છે અને રસીના બે ડોજ એ સારા સ્તરની સુરક્ષા આપવા માટે સમર્થ નથી. જેની તમામને જરૂર છે.
દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સીરીલ રામાફોસા કોરોના સંક્રમિત થયા છે. જોકે હાલ તેઓની સ્થિતી સામાન્ય છે. તેઓમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. તબીબો દ્વારા તેઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. હાલ તેઓ કેપટાઉનમાં સેલ્ફ આઈસોલેશનમાં રહેશે. તેઓએ આવતા સપ્તાહ માટે ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુજાને તમામ જવાબદારીઓ સોંપી છે.
