અમેરિકાના કેંટુકી અને અન્ય પાંચ રાજ્યોમાં વિનાશકારી તોફાનનો કહેરઃ મૃતકોની સંખ્યા 100ને પાર
Live TV
-
અમેરિકાનાં કેંટુકી અને અન્ય પાંચ રાજ્યોમાં વિનાશકારી તોફાનનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કેંટુકીમાં તોફાનનાં કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 100ને પાર પહોંચી છે. કેંટુકી રાજ્યનાં ગવર્નર એન્ડી બેશરે જણાવ્યું હતું કે, કેંટુકીનાં 200 માઈલથી વધુનાં વિસ્તારમાં ચક્રાવાત આવ્યો હતો, જેનાં કારણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. કેંટુકીમાં કટોકટીની સ્થિતી જાહેર કરવામાં આવી છે અને બચાવની કામગીરી માટે રાષ્ટ્રીય ગાર્ડની ટીમ બોલાવવામાં આવી છે. મેફિલ્ડ વિસ્તારમાં મીણબત્તી બનાવવાના કારખાના પર ત્રાટકેલા આ ચક્રાવાતે કહેર વરસાવ્યું હતું. એ સમયે કારખાનામાં ઘણા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આ સાથે કેંટુંકી વિસ્તારમાં ઘણી ઈમારતો પડી ગઈ છે અને ઘણાં મકાનોની છતો પણ ઉડી ગઈ છે.
રાષ્ટ્રપતિ જો બાઈડને સંધિ કટોકટી આપત્તિ જાહેરાત પર હસ્તાક્ષર કરીને કેંટુકી માટે સહાયની જાહેરાત કરી છે. જો બાઈડને આ ચક્રાવાતને ઈતિહાસનું સૌથી મોટું તોફાન ગણાવ્યું છે.
