Skip to main content
Settings Settings for Dark

ભારતે UNSCમાં જળવાયુ પરિવર્તન સંબંધિત ચર્ચાઓ માટેના ડ્રાફ્ટ રિઝોલ્યુશનના વિરુદ્ધમાં મતદાન કર્યુ

Live TV

X
  • ભારતે UNSC (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ)માં જળવાયુ પરિવર્તન સંબંધિત ચર્ચાઓ માટે એક ઔપચારિક સ્થાન બનાવવાની માંગ ધરાવતા ડ્રાફ્ટ રિઝોલ્યુશનના વિરુદ્ધમાં મતદાન કર્યુ છે. ભારતે આ અંગે તર્ક કરતા જણાવ્યુ હતુ કે, આ પ્રસ્તાવ હાલમાં જ ગ્લાસગો શિખર સંમેલનમાં થયેલી સમજૂતીને ઢીલી પાડવાનો પ્રયાસ કરે છે. ભારત અને રશિયા એક માત્ર દેશો હતા જેણે ડ્રાફ્ટ રિઝોલ્યુશનનો વિરોધ કર્યો હતો. જ્યારે ચીને આ પ્રસ્તાવને ટાળ્યો હતો. 

    આ પ્રસ્તાવમાં જળવાયુને એક એવા મુદ્દાના રૂપમાં ચિત્રિત કરવાની માગ કરવામાં આવી છે કે જે, વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ છે. ભારતે જણાવ્યુ કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે UNSC (સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ) યોગ્ય પ્લેટફોર્મ નથી. UNSCમાં ભારતના સ્થાયી પ્રતિનિધી ટી.એસ તિરુમૂર્તિએ કહ્યુ કે, પ્રસ્તાવ લાવવાનું પગલું જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમ વર્ક, કન્વેન્શનમાં જવાબદારીથી બચવાની ઇચ્છાથી પ્રેરિત છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, દુનિયાનું ધ્યાન અનિચ્છાથી હટાવા માટેનું આ એક પગલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોપ 26માં 5 તત્વોની સાથે મહત્વકાંક્ષી જળવાયુ કાર્યવાહી દ્રષ્ટિનું અનાવરણ કર્યુ હતું. તો વોટ માટે પોતાના સ્પષ્ટીકરણના અંતમાં તેમણે ભાર આપતા જણાવ્યુ કે, વાસ્તવિક જળવાયુ કાર્યવાહી અને જળવાયુ ન્યાયનું સમર્થન કરવા પ્રત્યે ભારતના દ્રઢ સંકલ્પને ક્યારેક ઘટાડી શકાતો નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply