ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપનો આચંકોઃ સુનામી આવવાની ચેતવણી
Live TV
-
ઈન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાનો છે. જેને લઇને ઈન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે જણાવ્યુ છે કે, ઈન્ડોનેશિયાના પૂર્વી નુસા તેંગારામાં 7.5ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી છે. પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યુ કે, ભૂકંપ કેન્દ્રના 1 હજાર કિમીના અંતરમાં ખતરનાક તરંગો આવવાની શક્યતા છે. USGSના જણાવ્યા મુજબ ભૂકંપથી હાલમાં કોઇ જાનહાનિ થઈ હોવાનુ સામે આવ્યુ નથી પરંતુ આ ભૂકંપે સુનામી અને ભૂસ્ખલનનું જોખમ ઉભુ કર્યુ છે.
