Skip to main content
Settings Settings for Dark

ચીનના રાષ્ટ્રપતિ ઝીનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે

Live TV

X
  • ચીનના રાષ્ટ્રપતિ શી ઝીનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન આજે એક વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલનમાં બન્ને દેશ વચ્ચે દ્વીપક્ષીય સંબંધો અને આતંરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થશે. મહત્વનું છે કે આ સંમેલન મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે યુક્રેનની સરહદે હજારો સૈનિકોના ભેગા થવાની વચ્ચે યોજાઈ રહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને પુતિનને ચેતવણી આપી હતી કે, જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, તો અમેરિકા તેના પર કડક નિયંત્રણો સાથે મોટું આર્થિક નુકસાન પહોંચાડશે. અમેરિકાએ માનવાધિકારનાં મુદ્દાને લઈને ચીનનો પણ વિરોધ કર્યો છે. ત્યારે આ સમયે ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં એક સાથે આવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply