ઓમિક્રોન અપડેટઃ ચીનમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ નોંધાયા
Live TV
-
ચીને કોવિડ -19ના ઓમિક્રોન વેરિએન્ટના નવા બે કેસોની માહિતી આપી છે. પહેલો કેસ સોમવારે તિયાનઝીન શહેરમાં નોંધાયો હતો, જ્યારે બીજો કેસ મંગળવારે ગ્વાંગઝૂમાં નોંધાયો છે. ઓમિક્રોનનાં કેસ નોંધાયા તે વિસ્તારમાં લોકડાઉન અને યાત્રા પર પ્રતિબંધ લાગુ કરી દેવાની સાથે કંપનીઓને બંધ કરવાના કોરોના અટકાયતી પગલાં ચીની પ્રશાસને લીધાં છે. ચીનના ટોચના સરકારી સલાહકારે અન્ય દેશો સાથે રસીનાં વિકાસમાં આદાન પ્રદાન અને સહયોગ વધારવા માટે આગ્રહ કર્યો હતો. ગત મહિનાઓમાં ચીનનાં અધિકારીઓએ સંક્રમણને ફેલાતો રોકવા માટે ઝડપી ઉપાયો કર્યા છે, છતાં સંક્રમણ વધી રહ્યું છે.
