WHOએ ઓમિક્રોનના વેરિએન્ટને હળવાશથી લેવા અંગે ચેતવણી જાહેર કરી
Live TV
-
વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ કોવિડ-19નાં નવા વેરિએન્ટ ઓમિક્રોનનાં હળવાશથી લેવા અંગે ચેતવણી જાહેર કરી છે. WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એધનોમે જણાવ્યું હતું કે, વેક્સીનનાં બુસ્ટર ડોઝ કોવિડ-19ના સંક્રમણને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમાં પણ વિશેષ રૂપે વધુ જોખમ ધરાવતા લોકો માટે તે અગત્યનું છે. જોકે WHOના ડાયરેક્ટરે એ પણ જણાવ્યું હતું કે, માત્ર વેક્સીનથી દુનિયાને સંકટથી બહાર નિકાળી શકાશે નહીં. વાયરસનાં સંક્રમણને અટકાવવા માસ્ક પહેરવું, સામાજિક અંતર રાખવું અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પણ જરૂરી છે.
