ભારતે મોકલેલો હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો જથ્થો અમેરિકા પહોચ્યો
Live TV
-
ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર આ સપ્તાહની શરૂઆતમાં યુએસને હાઈડ્રોક્સી ક્લોરોક્વિનનાં 35 લાખ 82 હજાર ગોળીઓ અને તેના ઉત્પાદન માટે નવ મેટ્રિક ટન આવશ્યક દવાઓની નિકાસને મંજૂરી આપી
દુનિયા આખી જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહી છે ત્યારે ભારતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના સામે લડવા વિશ્વના દેશોને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની જરૂર છે ત્યારે ભારત આ દવાનો મોટો ઉત્પાદક દેશ છે. અમેરિકાએ ભારત પાસે થી આ દવા ની માગણી કરી હતી. ત્યારે આ દવાનો પહેલો જથ્થો
અમેરિકા પહોંચી ગયો છે. અગાઉ ભારતે માનવતાના આધારે કેટલાક દેશોમાં તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. ભારતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર આ સપ્તાહની શરૂઆતમાં યુએસને હાઈડ્રોક્સી ક્લોરોક્વિનનાં 35 લાખ 82 હજાર ગોળીઓ અને તેના ઉત્પાદન માટે નવ મેટ્રિક ટન આવશ્યક દવાઓની નિકાસને મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને હાઇડ્રોક્સિક્લોરોક્વિન મોકલવાની વિનંતી કરી હતી. ભારત હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનું મોટા ઉત્પાદક છે. ભારત તેના વિશ્વવ્યાપી પુરવઠાના 70 ટકા ઉત્પાદન કરે છે.ઉલ્લેખનીય છે કે ભારત પાસે આ દવાનો પૂરતો જથ્થો છે અને વધારાનો જથ્થો જ નિકાસ કરવામાં આવે છે જેની ચોખવટ આરોગ્ય સચિવ લવ અગ્રવાલે કરી હતી.
