Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ કોરોનાવાયરસ મૃત્યુઆંકમાં ઇટલીને પણ છોડયું પાછળ 

Live TV

X
  • જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધીમાં યુ.એસ. માં 20,597 લોકોનાં મોત નોંધાયા હતા, જ્યારે ઇટાલીમાં  19,468 લોકોએ કોરોના વાયરસથી જાણ ગુમાવી છે.

    વિશ્વવ્યાપી કોવિડ -19 એ દુનિયા ભરના દેશોમાં તબાહી સર્જી છે. આની  સૌથી વધુ અસર યુરોપના દેશોમાં જોવા મળી છે. યુરોપના અલગ અલગ દેશો જેવા કે ઇટલી, ફ્રાંસ અને સ્પેનમાં આનું પ્રમાણ સૌથી વધુ છે. અમેરિકા કોરોનાનું એપીસેંટર બની રહ્યું છે. અમેરિકામાં હાલત ગંભીર બની છે. અમેરિકાએ ઇટાલીને સૌથી વધુ મૃત્યુઆંક સાથે પાછળ ઠેલી દીધું છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર ગઈકાલ સુધીમાં યુ.એસ. માં 20,597 લોકોનાં મોત નોંધાયા હતા, જેમાં ઇટાલીની 19,468 જાનહાનિને વટાવી દીધી હતી.

    5 લાખથી વધુ અમેરિકનોએ કોરોનાવાયરસનું પરીક્ષણ પોસિટિવ આવ્યું છે, જે સ્પેન, ઇટાલી, જર્મની અને ફ્રાન્સ જેવા આગામી ચાર દેશો માટે સમાન છે. ન્યુ યોર્ક સિટી જે કોરોનાનું એપીસેંટર બનીને ઉભરી આવ્યું છે, જેમાં શનિવાર સુધીમાં 8,627 જેટલા મૃત્યુ નોંધાયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી દીધી છે અને તમામ 50 રાજ્યોને આપત્તિની ઘોષણા સાથે સૂચિત કરવામાં આવ્યું છે. અગાઉ, અમેરિકા એક જ દિવસમાં 2 હજારથી વધુ કોરોનાવાયરસથી મૃત્યુ નોંધાવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે
    દેશની 330 મિલિયન વસ્તીમાં 95 ટકાથી વધુ લોકો સ્ટે-એટ-હોમ ઓર્ડર હેઠળ છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે, કોરોનાવાયરસથી 108,862 લોકો માર્યા ગયા છે અને 1.7 મિલિયન લોકોને ચેપ લાગ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply