યુકેના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન થયા સાજા, હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
Live TV
-
એક બ્રિટિશ પ્રવક્તાએ જણાવ્યું કે, તબીબી ટીમની સલાહ પ્રમાણે, પ્રધાનમંત્રી તાત્કાલિક કામ પર પાછા ફરશે નહીં.
કોરોનાની મહામારીએ વિશ્વના કોઈ ખૂણાને બક્ષ્યો નથી. કોરોનાથી વિશ્વની ઘણી ટોચની હસ્તીઓ પણ સંકર્મિત થયી છે. આમાનું એક નામ એટ્લે યુકેના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન. પણ બ્રિટન માટે હવે એક રાહતના સમાચાર છે કે પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસનને લંડનની એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ તેમના દેશના ચેકર્સ સ્થિત નિવાસ સ્થાને COVID-19 થી તેમની રિકવરી ચાલુ રાખશે, એમ તેમની ઓફિસે રવિવારે જણાવ્યું હતું.
એક બ્રિટિશ પ્રવક્તાએ જણાવ્યું કે, ચેકર્સ ખાતે પ્રધાનમંત્રી પોતાની રિકવરી ચાલુ રાખશે અને માટે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની તબીબી ટીમની સલાહ પ્રમાણે, પ્રધાનમંત્રી તાત્કાલિક કામ પર પાછા ફરશે નહીં. તેમણે પ્રાપ્ત કરેલી રિકવરી બદલ સેન્ટ થોમસ હોસ્પિટલના બધા આરોગ્યકર્મીને આભાર માને છે."
55 વર્ષના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનને કોરોનાવાયરસથી રોગના લક્ષણો દેખાતા 5 એપ્રિલ ના રોજ મધ્ય લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 6 એપ્રિલના રોજ તેમને સઘન સંભાળ એટ્લે કે આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ 9 એપ્રિલ સુધી રહ્યા હતા.
