ભારત અને યુરોપીય સંઘની વેપાર અને ટેકનોલોજી પરિષદની પ્રથમ મંત્રી સ્તરીય બેઠક 16મી મે એ બ્રસેલ્સમાં યોજાશે.
Live TV
-
ભારત અને યુરોપીય સંઘની વેપાર અને ટેકનોલોજી પરિષદની પ્રથમ મંત્રી સ્તરીય બેઠક 16મી મે એ બ્રસેલ્સમાં યોજાશે. આ બેઠકમાં ભારત તરફથી વિદેશ, વાણિજ્ય અને ઉદ્યોગ તથા સંદેશા વ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રીઓ સહ-અધ્યક્ષતા કરશે. ગયા વર્ષે એપ્રિલમાં યુરોપીય સંઘના પ્રમુખ વોન દેર લેયેનની, ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લેયેન દ્વારા વેપાર અને ટેકનોલોજી પરિષદની શરૂઆત કરવામાં આવી હતી. બંને પક્ષોએ આ પરિષદ હેઠળ ત્રણ કાર્યકારી જૂથોની રચના કરી હતી. બંને પક્ષોએ વિવિધ સ્તરે કાર્યકારી જૂથોમાં સતત સંપર્ક જાળવી રાખ્યો છે. ત્રણ કાર્યકારી જૂથોની બેઠકોની ફલશ્રુતિ તરીકે બ્રસેલ્સમાં આ મંત્રી સ્તરની બેઠક મળી રહી છે.
