ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળશે
Live TV
-
ભારત આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ સંભાળશે. આ દરમિયાન ભારતનું મુખ્ય ધ્યાન 3 વિષય પર હશે. તેમાં સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપના અને આતંક અવરોધી મુદ્દાનો સમાવેશ થાય છે. ભારત આ 10 મી વખત સુરક્ષા પરિષદનું અધ્યક્ષપદ ગ્રહણ કરવા જઇ રહ્યું છે. આ પહેલાં ભારતે નવેમ્બર 2012માં અધ્યક્ષપદ સંભાળ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના ભારતના પ્રતિનિધી ટી.એસ. ત્રિમૂર્તિએએક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય મુદ્દે ભારત ઉચ્ચકક્ષાના કાર્યક્રમનું આયોજન કરશે.
