ભારત-બાંગ્લાદેશ વચ્ચે રેલ સેવા ક્ષેત્રે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ સંપર્ક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું આગળ વધારતા હલ્દીવાડી - ચીલાહાટી રસ્તે વાણિજ્ય સેવાઓ શરૂ કરાઈ છે. સ્ટોનચીપને લઈને 30 ડબ્બાઓ સાથેની ભારતીય માલગાડી બાંગ્લાદેશનાં ચીલાહાટી સ્ટેશન પહોંચી છે. આ રેલ સેવાઓ મહિનામાં 20 વાર બન્ને છેડે મળે તેવી આશાઓ છે. ભારત અને બાંગ્લાદેશ બંનેનો ઉદ્દેશ્ય વર્ષ 1965 પહેલાની તમામ રેલ કડીઓને પુનર્જીવિત કરવાનો છે.
અત્યાર સુધી પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ સાથે જોડતા પાંચ જોડાણો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં પેટ્રાપોલ- બેનાપોલ, ગેડે- દર્શના, સિંઘાબાદ -રોહનપુર, રાધીકપુર- બિરોલ, અને હલ્દીબારી-ચિલાહાટી સાથે આ 5મી કડી બનાવાઈ છે.
