ભારત હંમેશા વિખવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની હિમાયત કરે છે: વ્લાદિમીર પુતિન
Live TV
-
વ્લાદીમીર પુતીને કઝાકિસ્તાનના પાટનગર અસ્તાનામાં ભારતને લઈને નિવેદન આપ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું કે, ભારત હંમેશા વાટાઘાટ પ્રક્રિયા શરુ કરવાની તેમજ વિખવાદોને શાંતીપૂર્ણ રીતે ઉકેલવાની હિમાયત કરે છે. રશિયા ભારતનું વલણ તેમજ યુક્રેન વિશેષની તેની ચિંતાથી વાકેફ છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનમાં એસસીઓ શિખર બેઠકમાં તાજેતરનો સમય યુદ્ધ માટેનો નથી તેવી સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુતીન સાથેની દ્વિપક્ષી બેઠકમાં હુમલાઓ તાત્કાલિક બંધ કરવાનો અને અન્ન, ઇંધણ સુરક્ષા અને રાસાયણિક ખાતર જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાના ઉપાયો શોધવાની જરૂર દર્શાવી હતી.
