Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને લોસ એન્જેલસમાં ડેમોક્રેટિક કોંગ્રેસ અભિયાન સમિતિના સ્વાગત સમારોહમાં ટિપ્પણી કરી હતી. બાઈડને કહ્યું કે, "મને લાગે છે કે પાકિસ્તાન કદાચ વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંથી એક છે." તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ અપૂરતા છે. આ પહેલા અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું હતું કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન બંને દેશો સાથેના સંબંધોને એક દૃષ્ટિકોણથી નથી જોતું, બંને અલગ-અલગ રીતે અમેરિકાના ભાગીદાર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply