Skip to main content
Settings Settings for Dark

ભારત 2047 સુધીમાં પોતાને વિકસિત દેશ તરીકે જોવે છે :વિદેશ મંત્રી 

Live TV

X
  • વિદેશમંત્રી એસ.જયશંકર અમેરીકાના પ્રવાસે છે. તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી દુનિયાભરને સંબોધન કર્યું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આ વર્ષનો વિષય છે, એક ઐતિહાસીક ક્ષણ પરસ્પર જોડાયેલા પડકારો ના પરિવર્તનકારી સમાધાન. તેઓ એક વિશેષ કાર્યક્રમ India@75 શોકેશીંગ ઇન્ડીયા યુએન પાર્ટનરશીપ એકશનને સંબોધન કર્યું. આ ભારતની વિકાસયાત્રાને ઉજાગર કરશે. વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે કહ્યું છે કે, ભારત 2047 સુધીમાં પોતાને વિકસિત દેશ તરીકે જોવે છે. ભારત હવે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને હજુ પણ સૌથી મજબૂત અને સૌથી ન્યાયી લોકશાહી તરીકે ઉભરી રહી છે. ગઇકાલે ન્યુયોર્કમાં ભારત-સંયુક્ત રાષ્ટ્રની ભાગીદારી દર્શાવતા કાર્યક્રમ India@75મા ભારતની પ્રગતિમાં ડિજિટલ ટેક્નોલોજીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વિદેશમંત્રી કહ્યું કે, ડિજિટલ ટેક્નોલોજીએ 80 કરોડ ભારતીયોને ખાદ્ય-સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરી છે અને 300 અરબ અમેરિકી ડોલરથી વધુના લાભો ડિજિટલ રીતે પહોંચાડવામાં આવ્યા છે. ડૉ. જયશંકરે કહ્યું કે ભારતે ડિજિટલ ટેક્નોલોજીની મદદથી બે અબજથી વધુ કોવિડ રસીકરણના ડોઝ આપ્યા છે. આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર ભારત ડિજિટલ ટેક્નોલોજીને તેના સૌથી દૂરના ગામડાઓ સુધી લઈ જવા માંગે છે. ભારતે વૈશ્વિક આબોહવા પગલાં માટે બે મોટી પહેલ કરી છે. પહેલું છે આંતરરાષ્ટ્રીય સૌરઉર્જા ગઠબંધન અને બીજું છે આપત્તિ વિરોધી માળખા માટેનું ગઠબંધન. રશિયા-યુક્રેન સંઘર્ષ પર વિદેશ મંત્રીએ કહ્યું કે, તેનાથી યુક્રેનમાં ખાદ્ય અને ઉર્જા સંકટ વધી ગયું છે. તેમણે કહ્યું કે, ભારતે અનેક દેશોને અનાજનો પુરવઠો પહોચાડી મદદ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply