રશિયાએ ભારતને UNમાં કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન જાહેર કર્યું
Live TV
-
રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બનાવવા માટે સમર્થન જાહેર કર્યું છે. 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં લાવરોવે કહ્યું કે, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવા દેશોને સામેલ કરવાથી સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક બનશે.
તેમણે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ જેવા મુખ્ય દેશોને પરિષદમાં કાયમી સભ્યપદ આપવું જોઈએ. આ પહેલા 31 અન્ય દેશોની સાથે ભારતે સુધારાઓ પર એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, સ્થાયી અને અસ્થાયી બંને વર્ગોમાં સુરક્ષા પરિષદનું વિસ્તરણ જરૂરી છે.
